તું તને વફાદાર રહેજે, તું તને વફાદાર રહેજે
તારી કમીઓને તારી અંદર, ઘર કરવા ના દેજે
કરજે ચોકીદારી તારી ને તારી, ચોરને ઘરમાં પેસવા ના દેજે
ક્ષણભરની પણ તું એમાં, અજાગૃતિ ના રહેવા દેજે …
જીવન છે તારું ને તારું, એમાં અન્યની દખલ ના તું સહેજે
દ્વાર તારાં રાખજે બધાં ખુલ્લાં, પણ બસ સજાગ તું રહેજે
અંતરના શત્રુઓથી સાવધાન, ને સતત જાગ્રૃત રહેજે
વિચારો ને ભાવો પર તારા, સતત નજર તું રાખજે
વિશ્વાસે જીવનમાં તું આગળ, વધતો ને વધતો રહેજે
યત્નો પ્રયત્નોમાં જીવનમાં તું, કરતો ને કરતો રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)