અંતરના ઊંડાણમાં તમારા, ભલે તમે પહોંચ્યા નથી
પ્રભુ તમારા અંતરના ઊંડાણમાં, પહોંચ્યા વિના રહેવાના નથી
તમારા અજ્ઞાત મનના જાણકાર તમે બન્યા નથી
તમારા અજ્ઞાત મનથી, પ્રભુ કાંઈ અજ્ઞાત રહેવાના નથી
કર્મો તમારા ભૂલ્યા તમે ભલે, યાદ તમને રહ્યાં નથી
કર્મો તમારા પ્રભુ ચૂક્યા નથી, હિસાબ તમારા ભૂલ્યા નથી
પીડા ભોગવી જગમાં શાને, દાસ પ્રભુના બન્યા નથી
બન્યા જ્યાં એના ને એના, પીડા તમને પીડવાની નથી
જન્મોજનમથી રહ્યાં જન્મોથી અજાણ, જાણકારી મળી નથી
તમારા જન્મોથી નથી એ અજાણ, નજર બહાર રહ્યાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)