આટલુ કરજો રે જીવનમાં આટલું કરજો રે,
અપનાવી ના શકો અન્ય કોઈને, કોઈ વાત નહી
સમજદારીને અપનાવાનું નહીં ભૂલતા રે,
જીવનમાં તમે આટલુ કરજો રે
જેવા સાથે તેવા ની ભૂલીને ભાવના,
જરા રોજ ફુરસદથી પોતાને મળજો રે
અન્યનું કચાસ કાઢવા જતા પહેલાં,
ખુદને બરોબર ચકાશજો રે, આટલું કરજો રે
સંતો એ કહ્યું ઘણું, સાધુઓએ સમજાવ્યુ ઘણું,
હવે વાર તમે ના લગાડતા રે
જોયું ઘણું બહાર, હવે તમે તમારા અંતરમાં જોવાનું નહીં ભૂલતા રે,
તમે આટલું કરજો રે
ભાવ અભાવથી હવે બહાર તમે આવજો રે,
રાગ દ્વેષને ના સંગ તમે રાખજો રે, આટલું કરજો રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)