રે મનવા રે, રે મનવા રે, આજ તને (2) શાનું રે ઓછું આવ્યું
કરતું રહ્યું છે જીવનમાં તો તું, જીવનમાં તો તારું, ધાર્યું ને ધાર્યું
તારા એક ઇશારે તો, જીવનમાં મારે તો, જ્યાં ને ત્યાં તો દોડવું પડયું
થાતું નથી જીવનમાં તો બધું, થાતું નથી જીવનમાં કાંઈ તો બધું ધાર્યું
દીધા ના સાથ મને તેં તો જીવનમાં, રહ્યું તું તો જગતમાં તો બધે ફરતું
ચાલી નથી જોહુકમી તારા પર તો મારી, મારા ઉપર તો તું રહ્યું છે કરતું ને કરતું
રહે તું તો બધે તો ફરતું ને ફરતું, પડે છે મારે ને મારે તો એમાં ભોગવવું
રહી સાથે ને સાથે, જીવનમાં તો તું, અલગતામાં રહ્યું છે રાચતું ને રાચતું
પડશે સમજવું તો આપણે તો જીવનમાં, એકબીજા વિના તો નથી ચાલવાનું
રહ્યાં છીએ જ્યાં સાથે ને સાથે, છોડ હવે તો ચાલ તારી તો છૂટી ચાલવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)