માયાની સંગે-સંગે, મનડું મારું મેલું થાતું ગયું
માયાના રંગે-રંગે, મનડું મારું બહુ રંગાતું રહ્યું
એમાંથી છૂટવા કર્યા પ્રયત્નો, વધુ-વધુ ગૂંથાતું રહ્યું
મીઠા એના ઘામાં, મારના ઘા, ઘા વિસરતો ગયો
મારી હાલત પર બેધ્યાન રહી, હું તો ઘસડાતો રહ્યો
આવ્યો જ્યારે મારા ભાનમાં, ક્યાંનો ક્યાં હું પહોંચી ગયો
આંખ ખૂલી મારી જ્યારે, સમય ઘણો વીતી ગયો
હૈયે પસ્તાવો ખૂબ જાગ્યો, રસ્તો મોડો-મોડો મળી ગયો
માયાપતિને શરણે જઈને, અસ્તિત્વ મારું ભૂલી ગયો
કરુણાસાગરે કરુણા કરી, હાથ મારો ગ્રહી લીધો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)