સહારો ઢૂંઢતા હાથને મારા, લઈ લેજે હાથમાં તારા,
પ્રેમના ભૂખ્યા હૈયાને મારા, ડૂબવા દેજે પ્રેમમાં તારા
કાન સદા ઝંખી રહ્યા છે, ઝીલવા માડી શબ્દો તારા
નયનો સદા તલસી રહ્યાં છે, કરવા માડી દર્શન તારાં
ચરણોને સદા શક્તિ દેજે, પહોંચવા માડી દ્વારમાં તારા
સદા પ્રેમથી વંચિત રહેલ છે, ખોળામાં બેસાડજે તારા
હૈયે જાગે ઇચ્છાઓ મારા, સમાવી દેજે એને હૈયામાં તારા
હૈયે છવાયા છે અંધકાર મારા, બાળજે પ્રકાશ દઈને તારા
હૈયે મોહનાં પડળ પડ્યાં છે મારા, દેજે દર્શન અણુ-અણુમાં તારાં
હવે હૈયે એક આશા છે મારી, ચરણમાં સમાવી દેજે તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)