ક્યારેક લાલ ઝંડી બતાવતી, ક્યારેક લીલી ઝંડી બતાવતી `મા' તું
સ્વાર્થમાં બંધ થાતી આંખ મારી, ઝંડી વીસરી જાતો હું
ઝંડી વીસરી ચાલતો, ક્યારેક ભોગ બનતો એનો હું
અકસ્માત લાવતી સાન મારી, યાદ આવતી સદા તું
તારા નામમાં ડૂબી જ્યારે, ભાન ભૂલતો સદા હું
તારા નામનું પત રાખવા, બચાવી લેતી સદા તું
ક્યારે-ક્યારે ભાન મારું ખોતો, એ ના જાણતો હું
તારા હૂંફાળા હૈયે લઈને, માડી સદા બચાવતી તું
પ્રેમથી ઝંખી રહ્યું છે હૈયું મારું, દર્શન આપજે તું
દર્શન પામતાં તારાં માડી, ધન્ય-ધન્ય બનીશ હું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)