મળ્યું છે જીવન અમૂલ્ય, તું જીવન જીવી જાણજે
માયામાં પડીને જીવન તારું, તું વેડફી ના નાખજે
કામને સંતોષ્યો ઘણો, પશુજીવન જીવી કંઈક વાર
ક્રોધ હજી ત્યજ્યો નહીં, નહીં મળે માનવતન વારંવાર
માનવતન છોડ્યું કંઈક વાર, છૂટી ના વૃત્તિ હજી લગાર
વૃત્તિ તારી જોર કરતી રહી, કાબૂ ના મેળવ્યો લગાર
માનવતન મેળવી, પશુજીવન હજી તું જીવી રહ્યો
`મા’ ની કૃપાની કિંમત ભૂલી, જીવન તારું વેડફી રહ્યો
દીધા કોલ `મા' ને જગમાં આવવા, આવતાં ભૂલી ગયો
સુધારી લેજે શેષ જીવન તારું, માનવતન સાર્થક કરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)