સહેવું હવે કેટલું ને કહેવું જઈને કોને
જ્યાં મારા પોતાના થઈને માડી, મુજને બહુ કનડે છે
લાલન કરી સાચવ્યા ખૂબ જેને
અણી વખતે ખસી જઈ માડી, મુજને બહુ કનડે છે
પ્યારા બનીને એ તો લાગ્યા બહુ વહાલા
આંખો કાઢીને મારી સામે માડી, મુજને બહુ કનડે છે
દુઃખના ભારથી હૈયું ડૂબ્યું જ્યારે
સાથ મારો ત્યારે છોડીને માડી, મુજને બહુ કનડે છે
દર્દ દિલનું ના હટ્યું જ્યારે
દિલનું દર્દ વધારી માડી, મુજને બહુ કનડે છે
દિશા સૂઝે ના માડી મુજને, અંધકાર દિશે સઘળે
હાલત બૂરી છે મારી માડી, એ મુજને બહુ કનડે છે
અહં મારો તૂટતો રહ્યો, અહીં-તહીં ખૂબ ભમ્યો
લીલાનો માર માડી, એ તો મુજને બહુ કનડે છે
વીતી રહી છે જિંદગી, સમય ગુમાવ્યો ખૂબ માડી
આ વિચાર હૈયામાં જાગી માડી, મુજને બહુ કનડે છે
ધાર્યું હતું હૈયે શું માડી, કરવું હતું ઘણું જગમાં
આળસ હૈયે વળગી રહી માડી, એ મુજને બહુ કનડે છે
લેવું હતું નામ તારું માડી, માયામાં મનડું લાગ્યું માડી
સમજી હાલત મારી, એ હવે મને બહુ કનડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)