દબાતો ચાલ્યો, હું તો દબાતો ચાલ્યો
મારા કર્મોના ભાવમાં, હું તો દબાતો ચાલ્યો
માયાના દોરમાં બંધાતો આવ્યો, હું તો બંધાતો આવ્યો
માયાના રંગમાં રંગાઈ, હું તો બંધાતો આવ્યો
લોભ-લાલચમાં હું તો લપટાતો આવ્યો, લપટાતો આવ્યો
લોભ-લાલચમાં ગૂંથાઈ, હું તો બંધાતો આવ્યો
કરેલાં કર્મોથી હું તો બંધાતો આવ્યો, બંધાતો આવ્યો
અવિદ્યામાં પડી, સદા દોષ પ્રભુનો કાઢતો આવ્યો
કામ-ક્રોધમાં હું તો સપડાતો આવ્યો, હું તો સપડાતો આવ્યો
હૈયું કામ-ક્રોધથી ભરી, હું તો સદા સપડાતો આવ્યો
દુઃખી થાતો આવ્યો, સદા હું તો દુઃખી થાતો આવ્યો
હૈયું અસંતોષથી ભરી, સદા હું તો દુઃખી થાતો આવ્યો
અંધકારમાં ડૂબતો આવ્યો, સદા હું તો ડૂબતો આવ્યો
હૈયે ભરીને ખોટો ભાર, અંધકારમાં હું તો ડૂબતો આવ્યો
હૈયે હવે ઝંખી રહ્યો હું તો, ઝંખી રહ્યો હું તો
તારાં દર્શન માડી હૈયામાં, હું તો ઝંખતો આવ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)