ચડવા છે રે મારે પ્રેમનાં રે ડુંગરા (2)
કરવા નથી સહન મારે, પથ્થરો ને કાંકરા
છે ઊંચાઇ કેટલી રે એની, ખ્યાલ નથી રે મને રે એના
પ્રેમના ઉછાળાએ ભલે રે ઊછળ્યા, હૈયાંમાં રે પ્રેમના રે મોજા
ઊછળ્યા ભલે એ તો જીવનમાં, સમજાયું ના કેમ એ તો શમી ગયા
કરી નથી કોઈ તૈયારી રે જીવનમાં, ચડવા છે રે, એના રે ડુંગરા
બનાવી ના શક્યા રે પાકા જીવનમાં, જ્યાં કાચા પ્રેમના રે તાંતણા
ટોચના લક્ષ્ય વિના રાખવા નથી લક્ષ્ય બીજા, ચડવા છે રે ડુંગરા
રાખવા નથી લક્ષ્ય બીજા, ભલે ઊછળે હૈયાંમાં, લોભ લાલચના ઉછાળા
ચૂકવું નથી લક્ષ્ય એ તો જીવનમાં, પડે ભલે સહન કરવા, એમાં રે સમાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)