આ જગ પર તો પ્રભુ પળે પળે, ક્ષણે ક્ષણે, રહે કર્મો થાતાં ને થાતાં સદાય
રે પ્રભુ તમે તો, પોરો ક્યારે ખાતા હશો, તમે પોરો તો ક્યારે ખાતા હશો
આ જગમાં હર પળે આચરાતાં, પાપોથી તો જ્યાં એમાં હૈયું થંભી જાય
હરપળે જગમાં ક્યાંય ને ક્યાંય તો, થાયે એવા પુણ્યો, અચરજમાં એ નાંખી જાય
રહે છે અવિરત ધારા આ તો વહેતી ને વહેતી, ગૂંથાયેલા રહો એમાં સદાય
કદી ચિંતા, કદી કરવા કાર્યો, કરવી પડે દોડધામ, જગમાં તમારે તો સદાય
કદી ભક્ત કાજે કરવા, કરવા ઇચ્છા પૂરી કોઈની, કરતા રહે યાદ જગમાં તમને સદાય
જગવ્યાપી પ્રભુ, કર્યું આવું તમે તો શું કામ, કરવી પડે દોડધામ તમારે સદાય
કરવા સંહાર, નિમિત્ત ભલે બનાવો, તોયે રાખવી પડે નજર તમારે તો સદાય
ચલાવો નિયમથી જગને, કરો ના કાંઈ નિયમબહાર, રહો જાગૃત તમે તો સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)