રહ્યો અને ચાલ્યો, ચેતી ચેતીને રે જીવનમાં, કંચનના ઘા હૈયે હું તો વળગાડી બેઠો
વિનાશ તો વેર્યો જીવનમાં તો એણે, ક્રોધની જ્વાળાને હૈયાંમાં હું સળગાવી બેઠો
અસત્યના લાભ લઈ લઈ જીવનમાં રે, જીવનના પાયા જીવનમાં ઢીલા હું કરી બેઠો
કોમળતાને વીસરી, કઠોરતાને હૈયાંમાં ધરી, જીવનની પાયમાલી હું તો નોતરી બેઠો
કાર્યને મહત્ત્વ જીવનમાં દેવાને બદલે, જીવનમાં જાતને મહત્ત્વ હું તો દઈ બેઠો
જીવનમાં અંતરના કોલાહલમાં, અંતરના નાદને જીવનમાં હું તો ભૂલી બેઠો
હૈયાંની દયા પર તો વાગ્યા રે ઘા તો એવા જીવનમાં, હૈયાંમાંથી દયા હું તો ખોઈ બેઠો
મારું મારું કરવામાં ને કરવામાં રે, જાતને ખોટું મહત્ત્વ, જીવનમાં હું તો દઈ બેઠો
આળસમાં ને આળસમાં ડૂબ્યા રહી જીવનમાં, જીવનમાં ઘણું ઘણું હું તો ખોઈ બેઠો
ભૂલીને વિવેક તો જીવનમાં રે, જીવનમાં રે હું તો, સર્વનાશ મારો નોતરી બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)