રહી છે સહન કરતી, ધરતીને ધરતા, પાપ પુણ્યના રે ભાર
જગમાં રે એ તો, આમ ચાલતું ને ચાલતું જાય
જગત પર તો, આવનને જાવન, એ તો થાતી ને થાતી રે જાય
દિવસ ઊગે ને દિવસ તો, જગમાં તો આથમતા જાય
જગમાં કંઈક ભરપેટે ખાતા જાય, કંઈક ભૂખ્યા ને ભૂખ્યા રહી જાય
કંઈક તો હસતા રહેશે રે જગમાં, કંઈક તો રડતાં ને રડતાં જાય
કંઈક તો છૂટા ને છૂટા પડતા જાય, કંઈકના તો મેળાપ થાતા જાય
કંઈક તો રહે લડતા ઝધડતા, તો કંઈક ઉપકાર તો કરતા જાય
કંઈક તો દુઃખી ને દુઃખી થાતા જાય, કંઈક આનંદમાં મસ્ત રહેતા જાય
કંઈક તો વેરમાં ને વેરમાં રાચતા જાય, કંઈક પ્રેમમાં તરબોળ થાતા જાય
કંઈક મૂંઝારા લઈ પ્રભુના દ્વારે જાય, કંઈક ભક્તિમાં રસતરબોળ થાતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)