બરબાદીઓની રાહ પર, જાણ્યે અજાણ્યે ચાલી,
બરબાદી વિના મળ્યું ના જીવનમાં બીજું રે કાંઈ
મુસીબતોના ઢગ કરી ઊભાને ઊભા જીવનમાં,
મૂંઝવણ વિના જીવનમાં મળ્યું ના બીજું રે કાંઈ
યત્નોને યત્નો રહ્યાં અધૂરા જીવનમાં,
સફળતાએ રાહ જોયા વિના, ચાલ્યું એનું એમાં બીજું રે કાંઈ
અસંતોષમાં જલતું ને જલતું રાખ્યું હૈયું રે જ્યાં,
શાંતિએ રાહ જોયા વિના, એનું ચાલ્યું ના બીજું રે કાંઈ
વેરને વેરે લઈ લીધો કબજો હૈયાંનો રે જ્યાં,
પ્રેમે રાહ જોયા વિના, એનું બીજું ચાલ્યું ના રે કાંઈ
મનને ડામાડોળ કરી, ખુદે હાલત તો જ્યાં,
સ્થિરતાનું વળ્યું ના એમાં તો બીજું રે કાંઈ
લોભ લાલચના કેદી બન્યા રે જીવનમાં,
ત્યાગે જોયા વિના બીજું એનું ચાલ્યું ના રે કાંઈ
વાસ્તવિક્તાની સામે આંખ જ્યાં બંધ કરી,
સુખનું જીવનમાં વળ્યું ના બીજું રે કાંઈ
બંધનો ને બંધનો જીવનમાં તો મીઠાં લાગ્યાં રે જ્યાં,
મુક્તિનું વળ્યું ના જીવનમાં એમાં રે કાંઈ
રહ્યાં વિકારોમાં ને વિકારોમાં ડૂબતાને ડૂબતા જીવનમાં રે જ્યાં,
પ્રભુનું ભી ત્યાં ચાલ્યું ના રે કાંઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)