આ તો કેવી વિચિત્ર વાત છે, આ તો કેવી વિચિત્ર વાત છે
પ્રભુના તારા વિના રહેવાય છે, ના તારી પાસે જલદી પહોંચાય છે
મળ્યો માનવદેહ અણમોલ, કિંમત ના એની થાય છે, દુર્લભ એ કહેવાય છે
પ્રભુ તારા દર્શન કરવાની ચાહત, જગમાં માયાથી અંજાઈ જવાય છે
સારવા છે અશ્રુ પ્રભુ તારા કાજે, દુઃખમાં આંસુ નયનોથી સરી જાય છે
સાંભળવા બેસીએ કહાની અન્યની, આપણી કહાની ત્યાં કહેવાય જાય છે
નખશીખ દુઃખથી ભરેલા જીવનમાં, જીવનમાં તો હસી પડાય છે
ચડવા છે જીવનમાં પગથિયાં ઉપર, નીચે ને નીચે ઊતરી જવાય છે
અન્યના અહંને અભિમાનની ટીકા થઈ જાય છે, ખુદના ના ત્યજી શકાય છે
લાગે તો જગમાં સહુ પોતાના, કોને ગણવા પોતાના, ના એ સમજાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)