કરી કરી પ્રાર્થના જીવનમાં તો કરી, કોને કરી, કેમ કરી, કોણે એ તો સાંભળી
ઊઠતાં રહે પ્રશ્ન, આ તો સહુના જીવનમાં, જણે જેણે પ્રાર્થના જીવનમાં તો કરી
કરી પ્રાર્થના તો એક એવી શક્તિને, દઈ નામ તો પ્રભુ એને, પ્રાર્થના એને તો કરી
ભરી ભરી ભાવો પ્રાર્થનામાં, દઈ આકાર તો એ ભાવને, પ્રાર્થના એને તો કરી
ઘટ્ટ થાતા ભાવો, ઘટ્ટ થયા આકાર, એ આકારને પણ હૈયાંની તો વાચા મળી
આકાર એ તારા, તેં ગણ્યા એને પ્રભુ, મૂર્તિ તારા પ્રભુની એ તો ગઈ બની
એ તારી ને તારી મૂર્તિએ, તારા ને તારા જીવનમાં તારી ને તારી પ્રાર્થના સાંભળી
વસ્યો છે એ તો પ્રભુ, બનીને તારો અંતર્યામી, રહેશે સદા તારી એ પ્રાર્થના સાંભળી
રહેશે ના જો ભાવોમાં તો સ્થિર, રહેશે એને બદલીને બદલી, દઈશ એને તું મૂંઝવી
છે એ તો તારા ને તારા ભાવોનું પ્રતિક, છે એ તો તારા ને તારા અંતર્યામી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)