તને તારા વિના જગમાં રે, બીજા સાથે શું લાગે વળગે છે
થાશે મુક્ત જો રે તું, ના કોઈ એમાં બીજા કાંઈ મુક્ત થવાના છે
વહેશે પ્રવાહ શક્તિનો અંતરમાં જ્યારે રે તારા, એમાં બીજાને શું થવાનું છે
ખાશે જો તું, પેટ ભરાશે તારું ના એથી એમાં, બીજાનું તો ભરાવાનું છે
ચડાવતોને ચૂકવતો રહ્યો છે ઋણ તારું, એના વિના બીજું શું કર્યું છે
કરીશ જે કર્મો તું તારા, તને તો ફળ એનું ને એનું તો મળવાનું છે
લોભ હૈયે તારે તો કેમ જાગે છે, તનેને તને એમાં તો લાગેવળગે છે
અન્યના શબ્દો હૈયે તારા વળગે છે, કેમ ના તને તો જ્યાં લાગેવળગે છે
લાલચમાં તણાવાની જરૂર તો ક્યાં છે, જ્યાં તને તો ના કાંઈ લાગેવળગે છે
લાગેવળગે છે જીવનમાં તો તને જે, કરવાનું ઉદાસ, એમાં તો તું કેમ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)