મુક્તિનો સોદો મારો, કરવો છે રે, જ્યાં જીવનમાં તો તારે
પૂંજી રે પ્રેમની જીવનમાં રે, ના એને તું ખૂટવા દેજે (2)
જોઈશે કંઈક મૂડી રે તને, આ સોદામાં તો જીવનમાં રે જ્યારે - ના...
જોઈશે મૂડી તને રે ધીરજની રે જીવનમાં, પળેપળે એના વિના ના ચાલશે - ના...
જોઈશે મૂડી તને અતૂટ શ્રદ્ધાની રે, તને આ સોદામા તો રે - ના...
ભાવની મૂડીને રે જીવનમાં, એમાં ના તું વિસારી દેજે - ના...
તારી હૈયાંની શાંતિને રે, એ મૂડીને તારી, ના એને તું હલવા દેજે - ના...
તારી સદ્વિચારોની મૂડીને રે જીવનમાં, એને રે તું વધવાને વધવા દેજે - ના...
સંયમની મૂડીને રે તારી, જીવનમાં રે તું અકબંધને અકબંધ રહેવા દેજે - ના...
સદ્ગુણોની મૂડીને તારી, હૈયાંમાં તું એને, ભરીને ભરી તું રાખજે - ના...
હૈયું તારું આનંદને ઉમંગની મૂડીથી તું, ભર્યું ને ભર્યું તું રાખજે - ના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)