હાલક ડોલક થાતી નાવડીને, કરવા રે સ્થિર, મજબૂત લંગર તું નાખજે
શ્રદ્ધાને ભાવરૂપી લંગરને તારા મજબૂત બનાવી, પાસેને પાસે એને તું રાખજે
ઊઠશે ને આવશે તોફાની પવન, આવશે ક્યારે ને ક્યાંથી ના એ કહેવાશે
લંગર તારું બનાવીને મજબૂત એવું, તારા હાથવગુંને હાથવગું તું રાખજે
હશે જેટલું મજબૂત, જાશે જ્યાં એ ઊંડે ને ઊંડે, સ્થિર નાવડીને એ રાખશે
લંગર વિનાની હશે જો તારી રે નાવડી, ક્યાં ને ક્યાં જઈ એ તો અથડાશે
હશે ચડતો જો કાટ એના ઉપર, ઘસી ઘસીને સાફ એને તું રાખજે
કાટ ચડતોને ચડતો જાશે, કાટ એને ખાતું જાશે, લંગાર ના એ કામ લાગશે
લંગર વિનાની નાવડી રે તારી, તોફાની વાયરાની ઝીંક ના એ ઝીલી શકશે
પામતા સ્થિરતા, એને હાંકી સંસાર સાગરે, કિનારે એને પહોંચાડી શકાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)