સ્મશાને ગયેંલા મડદામાં પણ પ્રાણ પૂરવો સહેલો રે બનશે
નિરાશાઓમાં નિષ્પ્રાણ બનેલા જીવનમાં, પ્રાણ પૂરવો સહેલો ના બનશે ’
કૂડકપટથી ભરેલાં હૈયાંમાં પણ, કદી સત્ય આવીને રે વસશે
ક્ષણે ક્ષણે ને પળે પળે અસત્ય આચરતાં હૈયાંમાં, સત્ય જલદી આવીને ના વસશે
રે જિંદગીને રે, તારી જિંદગીને રે જોજે રે તું, બારીકાઈથી ને બારીકાઈથી રે
તું તારી જિંદગી પર રે, બારીકાઈથી નજર, એના ઉપર તો તું રાખજે રે
જોજે કૂડકપટ જાય ના ઘૂસી તારા હૈયાંમાં રે, બારીકાઈથી નજર એના પર તું રાખજે રે
રહેજે ના કદી રે તું એમાં રે ગફલતામાં રે, ક્યારે આવી એ કબજો હૈયાંનો લઈ લેશે રે
ખબર એની તો જ્યાં પડવા ના દેશે રે, બારીકાઈથી નજર એની ઉપર તું રાખજે રે
આશાઓને વધવા ના દેજે તું એટલી રે, નિરાશાની નજદીક ના એને તું પહોંચવા દેજે રે
વધતી જાશે જ્યાં આશાઓ, રહેશે રે કંઈક અધૂરા, ઉત્પાત ત્યારે એ તો મચાવી જાશે રે
રાખીશ આશા જેટલી રે તું ઓછી, નિરાશાઓની વારી એટલી ઓછી આવશે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)