કરતાને કરતા રહેશું કોશિશો, કરવા દૂર વેરને તો હૈયાંમાંથી
સમજી લેજો ત્યારે રે જીવનમાં, મુક્તિયાત્રા જીવનમાં શરૂ તો થઈ ગઈ
તોડતાંને તોડતાં રે જાશું, એક પછી એક બંધનો તો જીવનમાં
જીતતાને જીતતા રે જાશું, કાબૂમાં જ્યાં લેતારે જાશું ક્રોધને રે જીવનમાં
લોભલાલચને રે જીવનમાં, જીતતાને જીતતા રે જાશું, હૈયાંમાં રે જીવનમાં
ઇચ્છાઓને ને ઇચ્છાઓને જ્યાં, કાબૂમાં લેતા ગયા જીવનમાં રે
ક્રોધને ને વેરને જ્યાં હટાવી દીધા, હૈયાંમાંથી તો જીવનમાં રે
જ્યાં શંકાઓને હૈયાંમાં, તો વસવા દીધા ના જીવનમાં રે
જ્યાં પ્રેમની ધારા, જીવનમાં રે, પ્રભુ કાજે હૈયાંમાં વહેવા લાગી રે
પ્રભુ ભાવના સાગર, જીવનમાં રે, હૈયાંમાં જ્યાં છલકાતાં ગયા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)