જનમી આવ્યા તો જ્યાં જગમાં, મોત તો ત્યાંથી લખાવી આવ્યાં છે
જનમ તારો જ્યાં તારી હકીકત છે, મરણ તારી હકીકત તો બનવાની છે
જનમ તો ભૂતકાળ છે, જીવન તો વર્તમાન છે, મરણ ભવિષ્ય તારું રહેવાનું છે
જનમ ના હતું હાથમાં તો તારા, મોત ના હાથમાં તારા તો રહેવાનું છે
છે અતૂટ સંબંધો તો જનમ મરણના, ના કદી એ તો તૂટવાના છે
કર્મો લઈને આવ્યો જ્યાં તું તો સાથે, કર્મો સાથે તો તું લઈ જવાનો છે
અનુભવ જીવનનો વ્હાલથી લેવાનો છે, અનુભવ એનો તો મળવાનો છે
રહી શકીશ અલિપ્ત જો તું જગમાં, જગમાં ત્યારે ના તું બંધાવાનો છે
લાવ્યો ના જગમાં તો જે તું કાંઈ, ના સાથે કાંઈ એ તો તું લઈ જવાનો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)