મનના રે મારા ભગ્ન અવશેષોમાં રે ફરતાને ફરતા, મળ્યા જોવા, કંઈક બાઝેલા રે ઝાળાં
ખસેડતાંને ખસેડતાં ધીરેથી રે એને, ખૂલતાંને ખૂલતાં ગયા, કંઈક યાદોના રે તાળા
મનમંદિરના ઘડવા હતા ઘાટ સોહામણાં, સ્થાપવી હતી, અલૌકિક મૂર્તિ રે એમાં
પડતાંને પડતાં ગયા ઘા કિસ્મતના અવળા, બનાવી ગયા અવશેષો તો એના
અવશેષોની યાદોના થયા ચિત્રો જ્યાં ઊભાં, તાણી મને એમાં એ તો ગયા
કરતો ગયો એકઠા અવશોષોને જ્યાં, વીતેલી યાદોના ભંગાર, ત્યાં તો દેખાયા
હતું શું ના એ કુદરતને મંજુર, કે હતી એ ભૂલો મારી, આખર અવશેષો હાથમાં રહ્યાં
જોઈ જોઈ એને રે હૈયાંમાં, યાદ ભૂતકાળના દિવસોને દિવસો આવતા ગયા
સારું હું આંસુ એના ઉપર, કે વાગોળવી યાદ એની, રહ્યું ખાલી એ તો હાથમાં
મનના એ ભગ્ન અવશેષોમાં રે ફરતાને ફરતા, મળ્યા જોવા કંઈક બાઝેલા ઝાળાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)