રહ્યાં છે રે, જગમાં રે સહું, શોધતાં ને શોધતાં, છટકવાની છટકબારી
કરવું ના હોય કામ પૂરું રે જ્યાં, શોધતાં રહે એમાંથી છટકવાની છટકબારી
ઉઠાવી ના શકે અસફળતાનો ભાર જીવનમાં જ્યાં, શોધે સહું એમાંથી છટકબારી
સ્વીકારવી ના હોય જ્યારે પોતાની જવાબદારી, શોધે ત્યારે સહુ છટકબારી
થઇ ગયા જ્યાં જાણેઅજાણ્યે ગુના, શોધે સહુ એમાંથી છટકવાની છટકબારી
કહેવું ના હોય સાચું કે કડવું જ્યાં કોઈને, શોધે સહું એમાથી છટકવાની છટકબારી
દેવું ના હોય જીવનમાં જ્યારે કોઈને, શોધતાં રહે એમાંથી છટકવાની છટકબારી
પોતાના શીર પરથી ટોપલો નાખવા બીજાના શીર પર, શોધે સહું ત્યારે તો છટકબારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)