મસ્તીમાં મસ્ત વિહરતો આતમસિંહ રે, મસ્તીમાં વિહરવું ભૂલીને
આખર આજ કેમ, પોતાના રચેલા પિંજરામાં એ તો પુરાઈ ગયો
ઇચ્છાઓના રચીને રે તાંતણા, એના એ પિંજરામાં તો પુરાઈ ગયો
આશા નિરાશાઓના રચીને રે તાંતણા, એના પિંજરામાં એ પુરાઈ ગયો
કર્મોને કર્મોની ગૂંથણીમાં, પિંજરામાં, જીવનમાં એ તો પુરાઈ ગયો
ગયો ભૂલી મુક્તિની મસ્તી એની, ગયો ભૂલી શક્તિ એની, પિંજરામાં જ્યાં પુરાઈ ગયો
કરે કોશિશો ઘણી, છૂટવા એમાંથી, એમાંને એમાં એ તો બંધાતો ગયો
બંધનોના રહ્યાં થાતા અનુભવો, એમાંને એમાં એ તો મૂંઝાતો ગયો
પૂર્ણ પ્રકાશિત, પૂર્ણ પૂંજ એવો એ જીવનમાં, અંધકારના પિંજરામાં પુરાઈ ગયો
વેદના રહી સતાવતી પિંજરાની, ના એને છોડી શક્યો, ના એને તોડી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)