આતમ જ્યોત તો તારી રે, એ તો જીવનમાં રે જલતી ને જલતી જાય
છે ના એ તો ગરમ, જીવનને જીવનમાં રે, હૂંફ એ તો દેતીને દેતી જાય
છે એવી એ તો શીતળ રે, ના બરફ એને તો જીવનમાં થીજવી જાય
છે એ પ્રકાશ પુંજ એવી રે, એ તો કોટિ સૂર્ય પણ ઝાંખા પડી જાય
ના તરસ તો કરે અસર એને, એ તો બસ જલતી ને જલતી જાય
ના પવન એને બુઝાવી શકે, ના અગ્નિ એને તો જલાવી જાય
ના તાપ એને તો સૂકવી શકે, એ તો બસ જલતી ને જલતી જાય
પડે ના જરૂર કોઈ તેલની તો એને, સ્વયં એ તો જલતી ને જલતી જાય
ના દાસ તો છે એ કોઈની, ના માલિક એ કોઈની, એ ખુદને ખુદમાં સમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)