સંજોગો સમજાવે રે જીવનમાં રે, તે પહેલાં જીવનમાં તો સમજી જાઓ
બસ આટલું સમજી જાશો રે જીવનમાં, એમાં તો સમજદારી રહી છે
મન તાણતું રહે તો જીવનને, જીવનમાં મનને તો કાબૂમાં રાખો
ભલે પેટ ભરીને ખાવો રે જીવનમાં, અન્યની પણ છે થોડી તમારી જવાબદારી
હૈયાંમાં ખોટી વાતોને ને ખોટા ભાવોને, જીવનમાં તો સ્થાન ના આપો
કરીને સહન થોડું રે જીવનમાં, અન્યને જીવનમાં તો દુઃખ ના આપો
જાગે ક્રોધ જીવનમાં તો જ્યારે, જીવનમાં એને તરત તો કાબૂમાં રાખો
દુઃખથી ભરેલાં છે જીવન જગમાં તો સહુના, બને તો અન્યનું દુઃખ કાપો
રહે રાજી પ્રભુ તો જીવનમાં, જીવન જગમાં તમારું એવું તો રાખો
છે મુસાફરી જીવનની તો લાંબીને લાંબી, લઈ સાથ અન્યનો, સાથ અન્યને આપો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)