કર્યો છે રે ભેગો ઢગલો પાપોનો જીવનમાં તો એટલો
જીવનભરના આંસુ રે તારા, ના એને તો ધોઈ શકશે
પ્રભુના પ્રેમની ધારા સુધી ના મને તો એ પહોંચવા દેશે
થઈશ તું દુઃખી, કરીશ તું દુઃખી, ખૂટશે ના જો એ ઢગલો
પુણ્યના કિનારા તો રહેશે દૂરને દૂર, પહોંચી ના શકીશ એના કિનારે
વળ્યું નથી તારું એમાં રે જગમાં, ના કોઈ એમાં તો વળશે
સાફ કર્યા વિના એ ઢગલાને, જીવનમાં ના આગળ વધાશે
તારા કાર્યોને કાર્યોમાં સદા, વિઘ્ન એ તો નાંખતું રહેશે
કરવા દૂર એને, તારી અથાગ મહેનત જીવનમાં એ માંગશે
થાક્યા વિના વિશ્વાસથી, કરજે યત્નો કરવા દૂર જીવનમાં એને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)