મારા ભાવેભાવમાં રે માડી, તું વસી જાજે રે, તું વસી જાજે
મારા પ્રેમેપ્રેમમાં રે માડી, તારી ફોરમ તો તું એવી ફેલાવજે
મારા હૈયાની ધડકને ને ધડકને રે માડી, તાલ તારા તું પુરાવજે
મારી નજરેનજરમાં રે માડી, ઝલક તારી સદા તું અપાવજે
મારા આંખનાં આંસુઓના મોતીમાંથી, દર્શન તારા તું કરાવજે
મારા હૈયાની ભાવની ભીનાશમાં રે માડી, હૈયું તારું ભીનું તું રાખજે
મારા વિચારોને વિચારોની ધારામાં, વિચાર તારા જીવંત તો રાખજે
મારા પ્રેમની ધારાઓને રે માડી, તારા ચરણમાં એને પહોંચવા દેજે
મારા સર્વ કાર્યો ને કર્મની ધારામાં રે માડી, શક્તિ તારી તું સ્થાપજે
મારી મુક્તિના દ્વાર બધા રે માડી, તારી કૃપાથી ખૂલ્લા કરી નાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)