શોધતાંને શોધતાં જગમાં સહુ, કાંઈ ને કાંઈ તો શોધતાં રહે છે
સરિતા તો સાગરને શોધે છે, આત્મા તો પરમાત્માને શોધે છે
જગમાં તો જીવનમાં, સુખની તો શોધ તો ચાલુ ને ચાલુ છે
સહુના હૈયાં તો જગમાં, સદાય જીવનમાં તો શાંતિ શોધે છે
પથ ભૂલેલા મુસાફરો તો જીવનમાં, સાચી રાહ તો શોધે છે
નિરાશામાં ડૂબેલા માનવી, જીવનમાં આશાનું કિરણ તો શોધે છે
જીવનમાં તો તૂટી પડેલો માનવી, સાચો સહારો તો શોધે છે
બળતું ને જલતું રે હૈયું જીવનમાં, શીતળ પ્રેમની ધારા શોધે છે
જીવનમાં થાક્યાપાક્યા રે માનવી, જીવનમાં તો આરામ શોધે છે
દિલ તો જે દિલ કાજે ધડકે છે, એ દિલની તો એ દાદ શોધે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)