મને કહો, મને કહો, મને કહો (2) એકવાર તો પ્રભુ, કરું છું હું,
છે સાચું કે ખોટું જીવનમાં, મને એ તો કહો
કરવું શું જીવનમાં, કેમ અને ક્યારે જીવનમાં, બસ એટલું મને તો કહો
સુખ, સમૃદ્ધિ જગતની રહી જાશે જીવનની, જીવનમાં છે જગની રહેશે જગમહીં
કરવા નિર્મળ ભક્તિની પૂંજી એકઠી, શક્તિ તમારી તમે મને તો દો
તાંતણા ભક્તિના જીવનમાં આવશે એ તો, સાથે ને સાથે એટલું તો કરો
રહું તમારા વિશ્વાસે તો જીવનમાં, ખૂટે ના જીવનભર વિશ્વાસ, એટલું તો કરો
રહ્યાં છે રોકી, વિકારો જીવનમાં રસ્તા તો મારા, દૂર હવે એને તો કરો
મન રહ્યું છે મારું ભમતુંને ભમાવતું, જીવનમાં સ્થિર હવે એને તો કરો
અહં અભિમાનના મોજા, રહ્યાં છે ઊછળતા હૈયે, ગતિ હવે એની મંદ કરો
તારા મિલન વિના જીવનને કરવું રે શું, થાય મિલન જીવનમાં એવું તો કરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)