રહી જઈશ જગમાં રે તું, રોતો ને રોતો, રોતો ને રોતો
કરીશ કામો જગમાં તું જેવા, જગ રહેશે તને જોતો ને જોતો
તારા ઉપાડા પડશે ભારી રે તને, રહીશ એમાં તો તું ખોતો ને ખોતો
મોહમાયાની નીંદરમાં ઘેરાયો જ્યાં તું, રહીશ એમાં તું સૂતો ને સૂતો
છે જગમાં તો એક જ પ્રભુ, છે જગમાં એ તો મોટો ને મોટો
માન ન માન તું પ્રભુને, પડશે ના ફરક એને, રહે એ તો જોતો ને જોતો
ગુમાવતો ના મોકા પ્રભુને મળવાનો, દેતો ના તું એ ખોતો ને ખોતો
જ્યાં ભી તું જાશે, આવશે એ સાથે, તને છોડીને નથી તો જાતો રે જાતો
મળશે જીવનમાં તને સારું રે કોઈ, હૈયે હર્ષ નથી ત્યારે માનો રે માનો
રહીશ જો સંપૂર્ણ વિશ્વાસે તો પ્રભુના, જીવનમાં રહીશ તું હસતો ને હસતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)