પીંજરું તૂટયું ને પંખી ઊડી ગયું (2)
ઊડી ઊડી ક્યાં જઈ એ પહોંચ્યું, ના એ તો સમજાયું
ઊડી ઊડી કઈ ડાળે જઈ એ બેઠું, ના એ તો સમજાયું
કરી કોશિશો ખોલવા રે પીંજરું, ના ખૂલ્યું, અચાનક એ તૂટયું
લીધા શ્વાસો એણે રે એમાં, મુક્તિના શ્વાસો એ ઝંખી રહ્યું
ખટક્યું જ્યાં પીંજરું, કરી કોશિશો ખોલવા, ના એ તો ખૂલ્યું
રહ્યું મૂંઝાતું એ પીંજરામાં ને પીંજરામાં, પીંજરું સહન ના કરી શક્યું
પીંજરાની ઉડાન પીંજરામાં રહી, ના બહાર એની નીકળી શક્યું
રહ્યું બાંધી પીંજરું એને, પીંજરામાં ને પીંજરામાં બંધાઈ રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)