રોજને રોજ મુલાકાત જેની થાતી જાય, કિંમત તો એની ના થાય
જીવનમાં તો જે સહજ પ્રાપ્ત થઈ જાય, કિંમત જીવનમાં એની ના થાય
રોજે રોજ શ્વાસ લેવાતાં જાય, શ્વાસની કિંમત તેથી તો ના થાય
ચૂક્યા સમય તો જ્યાં, મુલાકાત ના થાય, સમયની કિંમત જ્યાં સમજાઈ જાય
નીરોગી કાયાની કિંમત ના સમજાય, રોગ આવતા કિંમત સમજાઈ જાય
આંખડી તો જોતી જાશે બધું, જોશે શું ના કહેવાય, ઠપકો ના એને એમાં અપાય
જોવે જે આંખડી, એ કહેતી જાય, જો એ સમજાઈ જાય, તો બેડો પાર થઈ જાય
રોજે રોજ જો અણગમતી મુલાકાત થાતી જાય, મુખ ફેરવવાની પાળી આવી જાય
જે મુલાકાત જીવનના સુખચેન ઝૂંટવી જાય, ચાહીએ એવી મુલાકાત ના થાય
મુલાકાતને મુલાકાત જ્યાં થાતી જાય, એક બીજાને ત્યાં સમજતાં જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)