રાખ્યા નથી શક્તિવિહોણા તો કોઈને જીવનમાં, પ્રભુએ તો કોઈને જીવનમાં
દીધી છે સહુને કોઈને કોઈ કુદરતી શક્તિ, કુદરતે તો સહુને તો જગમાં
જાણીને વિકસાવી શક્તિ જેણે જીવનમાં, મેળવી શક્યા એના એ તો ફાયદા
ચાલતીને ચલાવતી રહી છે કુદરત, એના છે અણલિખિત તો કાયદા
કરશોને કરશો ઉપયોગ જો એના રે ખોટા, મળશે જીવનમાં મોટા તોટા
ખાવી હોય જો દયા, ખાજો તો ખુદ ખુદની, કરશો ઉપયોગ એના જો ખોટા
છે એ એકસરખી દેન તો પ્રભુની, સમજી વિચારી કરજો ઉપયોગ એના
રહેશે ના કાયમ હાથમાં કોઈના, રહે જીવનમાં એ તો હાથમાં રે કોના
કરશો ના ફરિયાદ ખોટી જીવનમાં, રાખ્યા નથી કોઈને શક્તિવિહોણા
દીધું આટઆટલું પ્રભુએ રે જીવનમાં તમને, ચૂકવ્યા નથી હજી એના લેણાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)