એકલોને એકલો, એકલોને એકલો, એકલોને એકલો
ફરશે રે તું, ફરવું પડશે રે તારે, તારી મનઃસૃષ્ટિમાં તો એકલોને એકલો
લઈ ના શકશે તું સાથે કોઈને, આવશે ના કોઈ સાથે,
ફરશે એમાં તું એકલોને એકલો
આનંદ કે દુઃખ મળશે રે તને, ભોગવશે રે એને રે તું,
તો એમાં એકલોને એકલો
કર્તાને હર્તા હઈશ તું તો એ તારી સૃષ્ટિનો,
હશે રે એમાં તો તું એકલોને એકલો
લીધું કે દીધું હશે તેં તો રે એમાં,
હશે રે જાણકાર એનો રે તું તો, એકલોને એકલો
હશે એમાં જે બધું, રહેશે એ તો એમાંને એમાં,
જોશે અનોખું એ તું એકલોને એકલો
તારી સૃષ્ટિ તો સર્જાતી જાશે, હશે એનો રે સર્જનહાર,
તું તો એકલોને એકલો
હશે એ તો તારી સાથે, હશે જ્યાં સુધી તું એમાં,
હશે રે એમાં તો તું એકલોને એકલો
નીકળ્યો જ્યાં એમાંથી તું બહાર, હશે ના સૃષ્ટિ એ તારી,
દઈશ સમાવી તારામાં એને તું એકલો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)