રહી રહી દૂર તો સહુ જોતા રહશે, જીવનમાં તો ફાવ્યો વખણાશે
મહેનતમાં હાથ દેવા ના કોઈ આવશે, ચાખવા ફળ મીઠાં સહુ ભેગા મળશે
ચૂક્યો પગથિયાં જીવનમાં જ્યાં, મારવા ધક્કો તો સહુ તૈયાર તો રહેશે
પડયો છે જીવનમાં તો જ્યાં, મારવા પાટું એને તો સહુ તૈયાર રહેશે
થયો સફળ જીવનમાં તો જ્યાં, કરવા વખાણ એના તો સહુ તૈયાર રહેશે
થયો જીવનમાં તો જે જ્યાં મોટો, સહુ આસપાસ એની તો ફરતા રહેશે
મન હશે તો જેના રે કાબૂમાં, સફળતા જીવનમાં એને તો જલદી વરશે
કરવું હશે ના જેણે કાંઈ જીવનમાં, બહાના ને બહાના તો એણે ગોતવા રહેશે
હશે ધ્યેય અને લક્ષ્ય એકસરખાં, જીવનમાં એ તો સાથે ને સાથે તો રહેશે
બનશો ના પ્રભુને લાયક તો જીવનમાં જ્યાં, રહી રહી દૂર એ તો જોતા રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)