જોયા નથી તને રે પ્રભુ, તોયે પ્રીત તારામાં જાગી
સમજાતું નથી, જોઈશ જ્યાં તને, થાશે હાલત શું મારી
મળ્યા વિના લે છે, જ્યાં જગમાં વાત બધી તું જાણી - સમજાતું...
રાખી શક્યો છું દિલને કાબૂમાં, થઈ નથી મુલાકાત જ્યાં તારી - સમજાતું...
કહેવા ચાહું છું ઘણું રે તને, કહી શક્તો નથી વાત તને મારી - સમજાતું...
વિતાવ્યા વિરહમાં તારી, કંઈક દિન ને રાત તો આંસુ સારી - સમજાતું...
ચાહું છું મૂકવા ચરણમાં દિલ, દિલ પણ છે મિલકત તારી - સમજાતું...
રહ્યો છે હજી તું કલ્પનામાં મારી, કરાવી દર્શન, ધન્ય કર નજર મારી - સમજાતું...
સુખ નથી કાંઈ મિલ્કત મારી, છે પ્રભુ એ દેન તો તારી ને તારી - સમજાતું...
નચાવે છે તું માયામાં તારી, રાખજે ખ્યાલમાં, હાલત એમાં તો મારી - સમજાતું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)