કરવું શું, કરવું શું જીવનમાં, કરજે વિચાર એનો તો તું
જોઈએ જીવનમાં તો જેવું, કરજે જીવનમાં એવું તો તું
કરતો રહ્યો જીવનમાં તું તો ઘણું, પરિણામ એનું મળ્યું તો શું
વગર વિચારે કરતો રહ્યો જીવનમાં ઘણું, જીવનમાં જ્યારે તો તું
કર્યો વિચાર જેટલો, કર્યો અમલ ના એટલો, વિચારજે આ તો તું
કરવું થોડું, જોઈએ ઝાઝું, મળશે શું જીવનમાં, આમ તો શું
વગર વિચારે ને વગર તૈયારીએ, મળશે જીવનમાં તો કેટલું ને શું
જોઈએ છે શું, જોઈએ છે કેવું, કરજે વિચાર જીવનમાં એનો તો તું
કર્યા વિના થાશે ના પૂરું, રહેશે એ અધૂરું, મળશે એમાં તો શું
બદલીશ ના ચાલ જીવનમાં તારી તું, મેળવીશ તો મેળવીશ તું શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)