અહંની કરી જીવનભર ઉજાણી, ઉજાણીને ઉજાણીમાં,
નોતરી જીવનની જીવનમાં બરબાદી
સમજદારીમાં નાસમજદારીને આવકારી જીવનમાં,
નોતરી જીવનમાં જીવનની તો બરબાદી
રસ્તા દેખાયા છતાં લઈ ના શક્યા જીવનમાં,
અહંની દીવાલ તો જ્યાં વચ્ચે આવી
ઢાંક્યા ઘણા એને રે જીવનમાં,
જીવનમાં એને તો નિતનવા વસ્ત્રો તો પહેરાવી
સરળતાને હૈયાંમાં અપનાવી ના શક્યા,
ચડયો અહંનો ભી ભાર હૈયે તો જ્યાં ભારી
રહ્યું સદા એ તો ખોલતું ને ખોલતું, એ તો જીવનમાં,
અલગતાને આલગતાની રે બારી
પ્રેમને પ્રેમથી અપનાવી ના શક્યો,
દેતો રહ્યો પ્રેમને જીવનમાં તો દૂરથી સલામી
લઈ ના શક્યા, લેવા ના દીધી, રાહ તો સાચી,
નાખતું રહ્યું અહં એમાં તો આડખીલી
થાતા ગયા, તાંતણા મજબૂત જ્યાં એના,
દીધો મજબૂત મને એણે એમાં તો લપેટી
ડગલેને પગલે રહ્યું એ તો નડતું,
નોતરી જીવનમાં એમાં તો બરબાદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)