ધનવાન ચાહે ધનથી, જીતવાને ભગવાન,
દિલવાળા ચાહે દિલથી જીતવાને ભગવાન
પ્રેમીજન ચાહે પ્રેમથી જીતવાને ભગવાન,
જ્ઞાની ચાહે જ્ઞાનથી જાણવાને ભગવાન
મૂંઝાઈ ગયા ત્યારે ત્યાં ભગવાન,
મળવું કોને એમાં રે જગમાં, દેવી કોને રે પહેચાન
સેવાધારી ચાહે જીતવા સેવાથી ભગવાન,
કર્મકાંડી ચાહે યજ્ઞથી પામવા રે ભગવાન
ભક્ત ચાહે ભક્તિથી પીગળાવવા ભગવાન,
ચાહે કંઈક જપથી પહોંચવા પાસે રે ભગવાન
કરે કોશિશો પ્રેમથી જીતવાને ભગવાન,
વ્રતધારી ચાહે વ્રતથી રીઝવવાને ભગવાન
કરે કોશિશો ચિંતનથી જાણવાને ભગવાન,
કરે કંઈક મનોમંથનથી પામવાને ભગવાન
રહી પામવાની રે રીતો જુદી જુદી રે ભગવાન,
સમજાતું નથી, પામયા કેટલા તને ભગવાન
રહ્યાં છે ચાલતા સહુ સહુના પથ પર રે ભગવાન,
રહ્યાં છે પથ પોતાનો જ સાચો રે ભગવાન
સ્વીકારી પથ કોઈ ભી હૈયું ચિત્ત નિર્મળ થાતા ભગવાન,
કરવા દર્શન ભગવાનના, થયા એ ભાગ્યવાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)