જીવનમાં રે તું, બસ આટલું તો તું કરતોને કરતો રહેજે
સમજાય તને જ્યાં સાચું, જીવનમાં એને તું ઘૂંટતોને ઘૂંટતો રહેજે
લાગ્યું તને જે સાચું, અપનાવવા જીવનમાં એને, ના તું અચકાજે
સમજાયું જીવનમાં તને જે જે, વારંવાર એ તો તું સમજતો રહેજે
લાગ્યું ખોટું તને જે જીવનમાં, કાં તું દૂર રહેજે, કાં તું સામનો કરજે
સરળતાની રાહે ચાલજે જીવનમાં, અન્યને ચાલવામાં તું સાથ દેજે
સુખની શોધ રાખજે જીવનમાં ચાલુ, અધૂરી ના એને તું રહેવા દેજે
જીવનમાં જગમાં જીવી રે એવું, પ્રભુદર્શનનો અધિકારી બની જાજે
જીવન તો છે સુખદુઃખનું રે મિશ્રણ, બંનેને તું પચાવતો જાજે
મનને કરીને રે નિર્મળ, મનને જીવનમાં કાબૂ તું લેતો રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)