રોજ રોજ ના આવે પૂનમની રાત, રોજ રોજ ઊગે ના કાંઈ અમાસની રાત
તોયે આવે છે અને આવતી રહે છે જીવનમાં, આ બંને તો અનોખી રાત
જીવનમાં તો આવે છે સહુની આવી તો રાત, જીવન તો છે આવી રાતની વાત
જીવનમાં તો છે કદી સાદી સાદી વાત, કદી કદી આવી પૂનમ ને અમાસની વાત
કદી કદી લાગી એ તો પ્યારી પ્યારી વાત, કદી મચાવી જાય હૈયે એ તો ઉત્પાત
હોય કદી કદી દુઃખ દર્દભરી એ તો વાત, હોય કદી એ તો આનંદથી છલકાતી વાત
છે જીવનની આ તો બધી આંસુભરી વાત, હોય એ તો દુઃખ કે સુખના આંસુની વાત
છે જીવન તો આવીને આવી ભરેલી રાત, છે જીવનનું અંગ તો આવીને આવી રાત
છે જીવન તો સાધનાની વાત, જીવનમાં જેવી જેવી સાધના, હોય એવી એની રાત
નથી કાંઈ જગમાં આ તો નવી વાત, છે આ તો યુગોથી ચાલતી પુરાણી વાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)