તારા ને તારા સંતાનો કરે છે ભૂલો રે જગમાં,
પ્રભુ સંતાતા શાને તારે ફરવું પડે છે
કરી ભૂલોને ભૂલો તો જગમાં, સંતાનો તો તારા,
તારા ને તારા ગળે તો પડે છે
અટક્યા નથી એ ભૂલોને ભૂલો તો કરતા,
ભૂલોને ભૂલો તો એ કરતા રહે છે
યુગોથી છે હાકલ તો તારી, તને મળવા તો એને,
અવાજ એ ના દિલમાં તો ધરે છે
સુખમાં તો જગમાં જાઈ છલકાઈ,
જગમાં તારી હસ્તીને તો એ ભૂલતાં રહે છે
સ્વાર્થ વિના ના સ્વીકારી હસ્તી તો તારી,
સ્વાર્થે તને તો એ નમતા તો રહે છે
હતાશા નિરાશા થાતા ના સહન તો જીવનમાં,
પુકાર તને તો એ પાડી ઊઠે છે
દુઃખ દર્દ હદપાર વધે છે જ્યાં જીવનમાં,
તારા ચરણનું શરણું એ તો શોધે છે
દીધું તેં તો બધું રે જીવનમાં, તણાઈ લોભ લાલચમાં,
માંગવામાં ના શરમ અનુભવે છે
આવા આ તારા સંતાનોની ખાતર,
પ્રભુ શાને તારે તો સંતાતા ફરવું પડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)