તું ક્યાં ગઈ, તું ક્યાં ગઈ, તું ક્યાં ગઈ, આવી પાસે, પાછી ક્યાં તું ચાલી ગઈ
કરતા કોશિશો પાસે તું આવી, બન્યું એવું તો શું, પાછી તું તો સરકી ગઈ
કેવી નાજુક છે રે તું, નાના નાના કારણ પણ તને હડસેલી તો ગઈ
હતી તું તો છુપાઈ મુજ હૈયાંમાં એવી, ખબર મને એની પડવા ના દીધી
અસંતોષની આગ ના શું તું જીરવી શકી, વગર સામને ત્યાંથી તું ચાલી ગઈ
જીવનના સંજોગોમાં રહેશે જો તું ભાગતી, બનશે મુશ્કેલ તને પાછી લાવવી
લોભ લાલચને બનતું નથી તારે તો જરા, પડશે સ્થિતિ હૈયાંની તેમાં સંભાળવી
સુખ તો છે સાથી તારો, આવે ના એ તો પાસે, રહે તારા વિના એ તરફડી
હૈયાંમાં તો તારા સ્થિર આસન વિના, મિટે ના હસ્તી તો દુઃખ દર્દની
સુખ સમૃદ્ધિ શોભે ના તારા વિના, છે તું ને તું એની તો કલગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)