શું તું એ જાણતો નથી, શું તું એ જાણતો નથી, શું તું એ જાણતો નથી
શું તું એ જાણતો નથી, હરિ હાથ તો છે મોટા, શું તું એ જાણતો નથી
દેતો રહ્યો જગ સમસ્તને એ તો સદા, કદી દેતા ના એ તો થાક્યો
દેવા આશીર્વાદ સમગ્ર જગના મસ્તકે, રહે સદા એ તો ફરતા
આનંદ ઊર્મિ હૈયે ઊછળતા, ફેલાતા રહ્યાં, ભકતોને ભાવથી સમાવવા
જેણે હૈયાં એનાથી ચોર્યા, હાથ એના પકડયા વિના એને તો ના રહ્યાં
ચોર્યા હૈયાં જેણે તો એના, ફેલાયા હાથ એના, હૈયે એને તો ચાંપવા
સુધારવા છતાં જગમાં જે ના સુધર્યા, માર મારવા એને, ના હાથ એના અચકાયા
દ્વારે આવી ઊભા જ્યાં મિત્ર સુદામા, કરવા દુઃખ દર્દ દૂર, હાથ એના ના અટક્યા
ભક્તને બચાવવા નહોર હાથમાં, એણે એવાં તો વધાર્યા
અસુરોને હણવા એજ હાથથી, ધનુષ્યના ટંકાર એણે તો કર્યા
એવા હરિના હાથ છે મોટા, વિશ્વના ખૂણેખૂણા સુધી એ તો પહોંચતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)