રે જો પ્રભુને બનાવવા હશે તમારે તમારા,
ભક્તિના પગથિયાંને બનાવવા પડશે તમારે તમારા
રે પ્રભુ નથી કાંઈ એવો તો સહેલો,
મળી નહીં જાય કાંઈ એ રસ્તામાં ભટકતો
રે પ્રભુ વિષે રે કાંઈ ખોટા ખ્યાલો રે બાંધો,
વળશે ના કાંઈ એમાં તમારો આરો કે વારો
રે ભક્તિના પથ નથી કાંઈ સહેલા,
સહેલા સમજી બની જાશો એમાં રે ઘેલા
રે જીવન તો છે પીડાઓથી ભરપૂર,
કરવા દૂર પડશે બનાવવા પ્રભુને તો તમારા
રે ઇચ્છાઓતો રહેશે જાગતીને જાગતી,
કરવા પૂરી બનાવવા પડશે પ્રભુને તમારે તમારા
રે સુખદુઃખ છે પગથિયાં છે રે જીવનના, પડશે ચડવા,
કરવા પ્રભુને તો તમારા
રે કર્મના પગથિયાં છે રે લીસા, મૂકવા પડશે પગ સંભાળીને,
પ્રભુ પાસે પહોંચવા
રે કામ, ક્રોધ, લોભ લાલચ રહેશે ના જો વશમાં,
પડશે અઘરું પ્રભુને પોતાના બનાવવા
રે રહી શકીશ રાજી, કરી છૂટીશ જીવનમાં બધું,
પ્રભુને બનાવવા તો પોતાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)