મને મારી ને મારી ઉપાધિઓ, જીવનમાં શાંતિથી જીવવા નથી દેતી
કદી કુદરતે મને એ તો આપી, કદી જીવનમાં મારી સર્જી એ સર્જાણી
કદી ઇચ્છાઓમાં એ તો બંધાણી, કદી જીવનમાં તૃષ્ણાઓમાંથી એ જાગી
કદી બીન આવડતમાંથી એ તો સર્જાણી, કદી મારા અહંથી એ પોષાણી
કદી થાય ના એક પૂરી, બીજી ત્યાં દોડી આવતી, રહી જીવનમાં ઉપાધિ ને ઉપાધિ
અટકી ના ઉપાધિ જીવનમાં, જીવનમાં રહી સદા એ તો મૂંઝવતી ને મૂંઝવતી
મૂંઝારામાં ને મૂંઝારામાં, મારી પાસે રહી છે એ કાંઈને કાંઈ તો કરાવતી
અશાંતિની પડી ગઈ છે એવી આદત, ઝંખના શાંતિની રહી છે એ તો કરાવતી
જાણતાને અજાણતા રહી છે એ તો, આરામને શાંતિથી મને નથી રહેવા એ દેતી
સમય સમય પર એ ટાળી શકાતે, રૂપ મોટું ને મોટું રહી છે હવે એ તો લેતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)