રે કોઈમાં રહેલી માનવતાને તું જગાડજે, ના એની માનવતાને તું મારી નાખજે
રે શબ્દોના મારથી ના હૈયાં વીંધી નાખજે, એની માનવતાને ના ઠેસ પહોંચાડજે
રે સહનશીલતાને ધીરજથી, અન્યમાં રહેલ માનવતાને રે, તું સત્કારજે
રે માનવતા તો છે જીવનનું બિંદુ, તારામાં સદા જાગૃત એને તું રાખજે
રે માનવતાએ ને માનવતાએ મહેકી ઊઠશે રે જીવન, જીવનને મહેકતું એમાં તું રાખજે
રે જગમાંથી કાંઈ બીજું ના લઈ જવાશે, માનવતાની મહેક તો તું તારી છોડી જાજે
રે વિકારોની દુર્ગંધને જીવનમાં રે, તારી માનવતામાં, ના એને ભળવા દેજે
રે લોભ લાલચના સાથમાં રે જીવનમાં, તારી માનવતાને ના વિસારી દેજે
રે માનવતા મળશે ના વેચાતી જગમાં, સદા ધ્યાનમાં આ તો તું રાખજે
રે જીતી જાજે જીવન તું તારું, જગને માનવતા ને માનવતાનું દાન તું આપજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)